નમસ્કાર
વંદે માતરમ,
21મી સદીમાં હવે વિશ્વ એકદમ નાનું થઈ ગયું છે. અને વસુધૈવ કુટુંબકમ નું જે સ્વપ્ન હતંં તે સાકાર થઈ રહયું છે. માણસા શહેર ઐતિહાસિક શહેર છે. કોઈને પણ આ શહેરને પોતાનું વતન બનાવવાનું મન થાય એવું આ શહેર છે.
શહેરના પ્રાથમિક નાગરિક તરીકે માણસા શહેરના તમામ નાગરિકોને અને સમગ્ર વિશ્વમાં ફેલાયેલા માણસાના વતનીઓને હું હાર્દિક શુભેચ્છા પાઠવું છુ. આ વેબસાઇટ ધ્વારા આપનો તથા માણસાનો વર્ષો જૂનો નાતો ફરી તાજો થાય અને આપણે સાથે મળી માણસા શહેરને વધુ ને વધુ પ્રગતિના પંથે લઈ જઈએ.
એજ અભ્યથના સહ.
શ્રી બાબુભાઇ જી.પટેલ
પ્રમુખશ્રી