વ્યવસાયવેરો


માણસા શહેર ઝોન વિસ્તારના તમામ વેપારી ભાઇઓ તથા વ્યવસાય કરતી તમામ વ્યકિતઓને જણાવવામાં આવે છે ગુજરાત રાજય વ્યવસાય,વ્યાપાર,ઘંઘા અને રોજગાર વેરા અઘિનિયમ (સુઘારા) ર૦૦૮ અન્વયે શીડયુલ નં.૧ ની એન્ટ્રી નં ર થી કે ૧૦ માં નીચે જણાવેલ વ્યયવસાયીઓને તા. ૩૧-૧૨-૧૪ સુધીમાં નીચે જણાવેલ દરે વ્યવસાય વેરો નગરપાલિકા,માણસાની ઓફીસમાં કામકાજનાં દિવસો દરમ્યાન વ્યવસાય વેરો ભરી જવા જાણ કરવામાં આવે છે.
ક્રમ વ્યકિતઓ /વ્યવસાયિઓ વાર્ષિક દર રૂ.
૦૧ તમામ એડવોકેટ ,સોલીસીટર્સ, નોટરી, ડોકટર્સ, કન્સલ્ટન્ટ, આર્કિટેક્ ,સી.એ, વિમા એજન્ટ,કોન્ટ્રક્ટર,દલાલ, ટુર એન્ડ ટ્રાવેલ્સો, ઓપરેટર્સ એજન્સી, કેબલ ટી.વી ઓપરેટર , ટયુશન કલાસીસ, ટયુટોરીયલ ઇન્ટી, આંગડીયા,કુરીયર, હેલ્‍થ તથા રીક્રીએનશન કલબો, શેર દલાલો, ગુમાસ્‍તાઓ, ટ્રાન્‍સપોર્ટસ, નાણાંઘીરઘાર, વીડીયોપાર્લર, હોટલો, ગેસ્‍ટહાઉસ, તમામ નાના મોટા ઘંઘાદારીઓ વિ . ૧૦૦૦-૦૦
૦૨ તમામ પ્રાઇવેટ અને પબ્લીક લીમીટેડ કંપનીઓ, ફેકટરી માલિકો , ભાગીદારી પેઢીઓ તમામ બેન્કિંગ કંપનીઓ વિગેરે (સરકાર માન્ય હોય તેવી નોન ગ્રાન્ટેબલ સસ્થાનઓ) ૧૦૦૦-૦૦
૦૩ ગુજરાત વેટ એકટ ર૦૦૩ હેઠળ નોધણીને પાત્ર થતા હોય તેવા તમામ ડીલરો કે જેઓનુ વાર્ષિક ટર્ન ઓવર રૂપિયા દસ લાખથી વધુ હોય . ૨૪૦૦-૦૦
૦૪ વ્યક્તિ કે વ્યવસાયીઓની એક કરતા વધુ બ્રાંચ હોય ત્યારે બ્રાંચ દીઠ ૧૦૦૦-૦૦

વ્યવસાયવેરાના દરો
અ - ૫ગારદાર કર્મચારીઓ અથવા રોજમદારો.(માસિક રૂ.માં)
ક્રમ ૫ગાર દર માસિક દર રૂ.
૦ થી ૫૯૯૯ સુધી શૂન્ય
૬૦૦૦ થી ૮૯૯૯ સુધી ૮૦-૦૦
૯૦૦૦ થી ૧૧૯૯૯ સુઘી ૧૫૦-૦૦
૧૨૦૦૦ થી વધુ ૨૦૦-૦૦

નોંધ :-
 • નોંધણી અગેના ફોર્મ વ્યકિત,વ્યકિતના વર્ગ લાગુ પડતા દર વિગેરે માહિતી માટે નગરપાલિકા વ્યવસાયવેરા વિભાગમાંથી મળી રહેશે.
 • જયારે વ્યકિત,વ્યવસાયીઓ એક કરતા વધુ કેટેગરીમાં વેરો ભરવાને પાત્ર થતા હોય ત્યારે વેરાઓ સૌથી વધુ લાગુ પડતો દર ભરવાને પાત્ર થાય છે.
 • વ્‍યવસાયવેરો ભરવા માટે ચલણ પધ્ધતિ નાબુદ કરેલ છે.
 • વ્યયવસાયવેરો રોકડેથી માણસા નગરપાલિકામાં ભરી શકાશે.
 • વ્યવસાયવેરા અંગે વધુ માહિતી માટે વ્યવસાય વેરા અધિકારી માંગરોળ નગરપાલિકામાં સપર્ક સાધવો.
 • તા. ૩૧-૧૨-૧૪ પછી વ્યવસાયવેરો ભરનાર ૧૮ વ્યાજ તથા ૧૦ દંડને પાત્ર બનશે.
 • દરેક જાતનો ધંધો કરતા વેપારીઓએ વ્‍યવસાય વેરાનો નંબર લેવો ફરજિયાત છે.
 • નગરપાલિકા તરફથી ચકાસણી કરવા માટે નગરપાલિકા અધિકારી આવે ત્યારે વ્યવસાય વેરો નંબર નહી લીધો હોય તો તેઓ પાસેથી દંડ સહીત વસુલાત કરવામાં આવશે.
 • જે વ્યવસાયીઓ પોતાની પેઢી બંધ કરે તેની જાણ અવશ્ય નગરપાલિકામાં વ્યવસાય વેરા વિભાગમાં કરવાની રહેશે.
 • જે વેપારી પેઢી તથા તમામ જાતના વ્યવસાય કરતાં ઇસમોએ. પોતાની પેઢીમાં નોકરીએ રાખેલ કર્મચારીનો માસિક પગાર રૂ. ૬૦૦૦/- ચુકવતા હોય તે કર્મચારીઓ વ્યવસાય વેરો ભરવા પાત્ર બને છે.
 • ઉપરોકત સુચનાઓનો અમલ દરેક વ્યવસાયીઓએ ફરજિયાત કરવાના રહેશે..
નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગર સેવા સદન ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો નગર સેવા સદન ના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.


Total Visitor : 2703
  Developed By


  સંપર્ક:- માણસા નગરપાલિકા, માણસા
  (O).02763-270369  E-Mail : Manasa_nagarpalika@yahoo.co.in
                                                                                                                                                                                                 Remot Support